રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૨૦ શિક્ષણના માળખામાં ટેક્નોલોજીના સાથેના સમન્વયનું સમર્થન કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ડિજિટલ ઇન્ડિયાની પહેલ સાથે સાંકળીને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે શિક્ષણક્ષેત્રે ઇન્ફર્મેશન ટેકનોલોજીના સમાવેશને પ્રોત્સાહન આપ્યું છે.
ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) એ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના નિયંત્રણ નીચે આવતી સરકારી યુનિવર્સિટીઓ દ્વારા આપવામાં આવતી વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશની નોંધણીપ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે શરૂ કરવામાં આવેલું એક દૂરંદેશીપૂર્ણ પોર્ટલ છે. આ પોર્ટલ રાજ્ય સરકારના કોમન એડમિશન પોર્ટલ તરીકે સેવા આપે છે, જેમાં એક જ છત્ર હેઠળ આર્ટ્સ, કૉમર્સ, સાયન્સ, રૂરલ સ્ટડીઝ અને અન્ય તમામ વિદ્યાશાખાઓનો સમાવેશ થાય છે.
જી.સી.એ.એસ. (GCAS) એ ગુજરાત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી કૉલેજો, ગ્રાન્ટ-ઇન-એઇડ કૉલેજો અને પબ્લિક યુનિવર્સિટીઓ સાથે સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કૉલેજો માટે વન-સ્ટોપ સોલ્યુશન છે. આ સર્વગ્રાહી પોર્ટલ પ્રવેશપ્રક્રિયાને સરળ બનાવવા માટે વ્યૂહાત્મક રીતે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓને નોંધણી સંબંધિત સાતત્યપૂર્ણ અનુભવની સહાય મળે તે માટે તમામ જરૂરી માહિતી અને સેવાઓને એકત્રિત કરવામાં આવી છે.
મુખ્ય બાબતો :
- દ્વિભાષી ઇન્ટરફેસ : જી.સી.એ.એસ. (GCAS) પોર્ટલ અંગ્રેજી અને ગુજરાતી એ બે ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેને કારણે માહિતી સરળતાથી મેળવી શકાય અને વધુ સારી રીતે સર્વ સુધી પહોંચી શકાય.
- સરલીકૃત નોંધણી : એકીકૃત અને વપરાશકર્તા માટે સહજ-સરળ એવા ઇન્ટરફેસ મારફતે અનેકવિધ સરકારી યુનિવર્સિટીઓમાં નોંધણી માટેની સુવ્યવસ્થિત નોંધણીપ્રક્રિયા.
- યુઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસઃ વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાયેલું જી.સી.એ.એસ. પોર્ટલ સીધા ઇન્ટરફેસ સાથે નોંધણીનો સાતત્યપૂર્ણ અનુભવ પૂરો પાડે છે, જે અરજદારોને નોંધણીની પ્રક્રિયા કે સ્થિતિ વિશે માહિતગાર રાખે છે.
- દસ્તાવેજ વિશેની સરળ વ્યવસ્થા : અરજદારો માટે સરળ અને મુશ્કેલી વિનાની નોંધણી કરી શકાય તે માટે જી.સી.એ.એસ. દ્વારા દસ્તાવેજોનું સરળ વ્યવસ્થાપન અને અપલોડ કરવાની સરળતા.
- ત્વરિત અને સમયસર નોટિફિકેશન્સ : નોંધણીની સમગ્ર પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીને તેમની અરજીની સ્થિતિ, દસ્તાવેજની ચકાસણી અને સંબંધિત અન્ય જાહેરાત બાબતે નિયમિત જાણકારી આપીને સારી રીતે માહિતગાર રાખવા.
- સહજસુલભ સહાયક કેન્દ્રો : ગુજરાત રાજ્યની દરેક પબ્લિક યુનિવર્સિટીઓ અને તેની સાથે જોડાયેલી 480થી વધુ કૉલેજો ખાતે સહાયકેન્દ્રોની રચના, જે અત્યંત અંતરિયાળ વિસ્તારો સહિતના તમામ વિદ્યાર્થીઓને મુશ્કેલી વિના ને સરળતાથી અરજીપ્રક્રિયા સંદર્ભે મદદરૂપ થશે.
મુખ્ય લાભ :
- વિદ્યાર્થીઓને ઉપલબ્ધ અભ્યાસક્રમોને લગતી માહિતી મેળવવામાં સરળતા રહેશે, તેમજ રાજ્યભરમાં તેમને જે તે અભ્યાસક્રમ સંલગ્ન કૉલેજો અને યુનિવર્સિટીઓની માહિતી મેળવવી સરળ બનશે.
- જી.સી.એ.એસ.ને કારણે વિદ્યાર્થી એક જ વખત ફી ચૂકવીને કોઈ પણ યુનિવર્સિટી કે કૉલેજ ખાતેના અભ્યાસક્રમો માટે અરજી કરી શકે છે.
- રાજ્યમાં ઉપલબ્ધ વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લાગતા સમય અને પ્રયત્નોમાં નોંધપાત્ર ઘટાડો.
- ગુજરાત રાજ્યની કોઈ પણ યુનિવર્સિટી કે કોઈ પણ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ અરજી કરી શકે તે માટે સમાન કે એકીકૃત સમયમર્યાદા.
- ઉમેદવારોએ દરેક યુનિવર્સિટી કે કૉલેજ માટે અલગથી અરજી કરવાની રહેશે નહીં. તેઓ તેમના સંબંધિત અભ્યાસક્રમો માટે સર્વસામાન્ય પ્રવેશપ્રક્રિયા દ્વારા બહુવિધ યુનિવર્સિટીઓમાં અરજી કરી શકે છે.
Leave a Reply
You must be logged in to post a comment.